મંદિર નવનિર્માણ પ્રોજેક્ટ ૨૦૨૧-૨૦૨૫
શ્રી ઝુંડ ભવાની માતાજી મંદિર, ચોરવાડ
ચોરવાડના શાંત સમુદ્ર કિનારે આવેલું શ્રી ઝુંડ ભવાની મંદિર સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ માટે ઊંડો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. સ્થાનિક રીતે “ચોરવાડી માતાજી” તરીકે જાણીતી, ભવાની માતાજી માતા પાર્વતીના અવતાર છે. આ મંદિરમાં દર્શાવવામાં આવેલી માતાજીની દૈવી વર્તુળાકાર મૂર્તિ એ પ્રકૃતિ અને રક્ષણનું પ્રતીક છે.
પ્રાચીન માન્યતા અનુસાર, ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટય થયો અને તે દિવસથી આ પવિત્ર ધામ પર દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં તો અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ મેળવવા ભેગા થાય છે. નજીક આવેલા વડોવનની જગ્યા સાથે જોડાયેલી લોકકથા કિસા ભગત પરમારની છે, જેણે માતાજીની અનન્ય ભક્તિ દ્વારા દેવીનું કૃપાપાત્ર બનવું દર્શાવ્યું.
આ મંદિરની વિશાળ પરિસરમાં મહાકાળી માતાજી, કાળભૈરવ, અને હનુમાનજી સહિતના અન્ય દેવતાઓનાં પણ મંદિરો છે, જે શ્રદ્ધાળુઓ માટે અનન્ય ધાર્મિક પર્યટનનું સ્થળ બની છે.
લાઈવ આરતી
આદરણીય ભક્ત જનો સહર્ષ જણાવતા આનંદ અનુભવી છે, કે આગામી દિવસોમાં ચોરવાડી ભવાની માતાજી ના ભવ્યાતિ ભવ્ય વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવા જઇ રહેલ છે.
માતાજીના મંદિર નવનિર્માણના કાર્ય અર્થે શ્રી ચોરવાડી માતાજી મંદિર ટ્રસ્ટ ને દાન ભેટની જરૂરિયાત હોય, માટે માતાજીના સર્વે ભક્તોને આ ભાગીરથી કાર્ય માં સાથ સહકાર આપવા માટે નમ્ર અરજ.
આપના તરફથી આપવામાં આવેલ દાન ભેટ આ મંદિરના ભગીરથ કાર્ય માટે થાય તે હેતુથી આપ જે દાન ભેટ આપવા માંગતા હોય તે અહિ ઓનલાઈન દાન આપી શકશો